Add parallel Print Page Options

51 શું તમે એમ માનો છો કે હું દુનિયાને શાંતિ આપવા આવ્યો છું? ના હું તો દુનિયાના ભાગલા પાડવા આવ્યો છું! 52 કેમ કે હવે એ પરિવારના પાંચ માણસોમાં ભાગલા પડશે. એટલે કે ત્રણ બેની સામે, અને બે ત્રણની સામે.

53 પિતા અને પુત્રમાં ભાગલા પડશે:
    દીકરો તેના પિતાની વિરૂદ્ધ થશે.
    પિતા તેના પુત્રની વિરૂદ્ધ થશે.
મા અને પુત્રીમાં ભાગલા પડશે:
    પુત્રી તેની માની વિરોધી થશે.
    મા તેની પુત્રીની વિરોધી
થશે સાસુ અને વહુમાં ભાગલા પડશે:
    વહુ તેની સાસુની વિરોધી થશે.
    સાસુ તેની વહુની વિરોધી થશે.”

Read full chapter