Add parallel Print Page Options

મસીહ-દાવિદનો પણ પ્રભુ

(માથ. 22:41-46; લૂ. 20:41-44)

35 ઈસુ મંદિરમાં ઉપદેશ આપતો હતો. ઈસુએ પૂછયું, “શા માટે શાસ્ત્રીઓ કહે છે કે ખ્રિસ્ત એ દાઉદનો દીકરો છે? 36 પવિત્ર આત્માની મદદથી, દાઉદ તેની જાતે કહે છે:

‘પ્રભુએ (દેવ) મારા પ્રભુને (ખ્રિસ્તને) કહ્યું:
મારી પાસે જમણી બાજુએ બેસ,
    અને હું તારા દુશ્મનોને તારા અંકુશમાં મૂકીશ.’(A)

37 દાઉદ તેની જાતે ખ્રિસ્તને ‘પ્રભુ’ કહે છે. તેથી ખ્રિસ્ત કેવી રીતે દાઉદનો દીકરો હોઇ શકે?” ઘણા લોકોએ ઈસુને સાંભળ્યો અને તેઓ ઘણા ખુશ થયા હતા.

Read full chapter