Add parallel Print Page Options

21 ઈસુએ ગાલીલ સરોવર પાસે યાત્રા ચાલુ રાખી. તેણે ઝબદીના બે પુત્રો યાકૂબ અને યોહાનને જોયા. તેઓ તેમના પિતા ઝબદીની સાથે હોડીમાં બેસી માછલાં પકડવાની જાળો તૈયાર કરતાં હતા ત્યારે તેણે બીજા બે ભાઈઓને કહ્યું કે, મારી સાથે ચાલો. 22 બંને ભાઈઓ હોડી અને તેમના પિતાને પડતા મૂકી ઈસુની પાછળ ગયા.

ઈસુ બોધ કરે છે અને લોકોને સાજા કરે છે

(લૂ. 6:17-19)

23 ઈસુ ગાલીલનો બધોજ પ્રદેશ ફર્યો અને લોકોને સભાસ્થાનોમાં[a] ઉપદેશ આપ્યો અને આકાશના રાજ્ય વિષેની સુવાર્તાનો બોધ આપ્યો. તેણે લોકોનાં બધાંજ રોગો અને બીમારીઓ દૂર કર્યા. 24 ઈસુ વિષેના આ સમાચાર આખા સિરિયામાં ફેલાઈ ગયા, આથી જેઓ પીડાતા હતા અને ભૂતવળગેલાઓને, તથા જેઓ વાઈ અને લકવાથી પીડાતા હતા તેઓને તેની પાસે લાવવામાં આવ્યાં; અને ઈસુએ તે બધાને સાજા કર્યા. 25 આથી ગાલીલથી તથા દશનગરથી[b] તથા યરૂશાલેમથી તથા યહૂદિયાથી અને યર્દન નદી પારનો મોટો લોકસમુદાય તેની પાછળ ગયો.

Read full chapter

Footnotes

  1. 4:23 સભાસ્થાનોમાં યહૂદિઓનું પ્રાર્થના માટે એકઠા મળવાનું સ્થળ જયાં જાહેર સભાઓ અને પવિત્રશાસ્ત્રના અભ્યાસ માટે પણ મળતા.
  2. 4:25 દશનગર ગ્રીકમાં “દેકાપોલીસ.” ગાલીલ સમુદ્રની પૂર્વમાં આ પ્રદેશ આવેલો છે. એક સમયે ત્યાં દસ મુખ્ય નગરો હતાં.