Add parallel Print Page Options

19 પછી એક શાસ્ત્રી તેની પાસે આવ્યો અને કહ્યું કે, “ઉપદેશક, તું જ્યાં જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ.”

20 ઈસુએ તેને કહ્યુ કે, “શિયાળોને રહેવા માટે દરો હોય છે, પંખીઓને રહેવા માટે માળા હોય છે, પણ માણસના દીકરાને[a] માથું ટેકવાની પણ જગા નથી.”

21 ઈસુના શિષ્યોમાંના બીજા એકે આવી તેને કહ્યું કે, “હે પ્રભુ પહેલા મને જવા દે અને મારા પિતાને દફનાવવા દે. પછી હું તને અનુસરીશ.”

22 પરંતુ ઈસુએ તેને કહ્યું, “મારી પાછળ આવ. ને મુએલાએને પોતાના મૂએલાઓને દાટવા દે.”

Read full chapter

Footnotes

  1. 8:20 માણસનો દીકરો ઈસુ પોતાના માટે આ નામ વાપરતો. દાનિ. 7:13-14 માં આ નામ મસિહા માટે છે જેને દેવે પોતાના લોકોને તારવાને પસંદ કર્યો છે.